સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ માટલાં ઉદ્યોગ ધમધમી ઉઠ્યો છે. જોકે, દેશી ફ્રીઝ ગણાતા થાનના માટલાંની ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટી માંગ છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના માટલાં બનાવનાર લોકો માટલાં બનાવી ઘર આંગણે જ રોજગાર મેળવી રહ્યા છે. અહીંના માટલાં રાજ્યના વિવિધ જિલ્લા અને દેશ વિવિધ રાજ્યોમાં નિકાસ થાય છે. માટલાં બનાવનાર મહિલા કારીગરો દ્વારા માટલાંઓ પર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવા આવે છે, જેમાં પેન્ટિંગ સહિત વિવિધ ડિઝાઇન અને કલાત્મક ચિત્રકામ પણ ઉડીને આંખે વળગે તેમ છે.
આ માટલાં ઉદ્યોગના પગલે સ્થાનિક મજૂરી કરતા લોકોને રોજગારી મળી રહેવાની સાથે મહિલાઓને પણ રોજગારીની તક છે.ગરમીની સીઝનમાં ફ્રીઝનું પાણી ન પિતા લોકોમાં દેશી ફ્રીઝ જેવા માટલાંના પાણી પીવાના આગ્રહને લીધે ઉનાળામાં માટલાંની માંગ વધી જતી હોવાનું માટલાં ઉદ્યોગકારો માની રહ્યા છે.