Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો નિર્ણય, સરકારની પૂર્વ મંજૂરી વિના યુનિવર્સિટી ખાલી જગ્યા ભરી શકશે

રાજ્યમાં યુનિવર્સિટીઓને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના ભરતી કરી શકશે.

રાજ્ય સરકારનો નિર્ણય, સરકારની પૂર્વ મંજૂરી વિના યુનિવર્સિટી ખાલી જગ્યા ભરી શકશે
X

રાજ્યમાં યુનિવર્સિટીઓને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના ભરતી કરી શકશે. ભરતી પ્રક્રિયા રોકાઈ જવાના કારણે કુલપતિએ આ અંગે સરકારને રજૂઆત કરી હતી. જ્યાર બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નવેમ્બરનો જૂનો ઠરાવ રદ કર્યો છે. આથી, હવે યુનિવર્સિટી ૩ વર્ષ માટે હંગામી ધોરણે ખાલી જગ્યાઓની ભરતી કરી શકશે.આમ હવે ભરતીની પ્રકિયા સરળ બનશે

ગત નવેમ્બરમાં યુનિ.ઓની સત્તા પર કાપ મૂકવા તમામ પ્રકારની ભરતી કરતા પહેલાં સરકાર સાથે પરામર્શ કરીને પૂર્વ મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો. પરંતુ સરકારના આ વિવાદિત ઠરાવના પગલે યુનિ.ઓના કુલપતિ માં નારાજગી ફેલાઈ હતી અને તમામ યુનિ.માં ભરતી પ્રક્રિયા રોકાઈ ગઇ હતી. આથી યુનિવર્સિટીઓના કુલપતિ એ આ બાબતે રજૂઆત કરતા રાજ્ય સરકાર ઠરાવ રદ કરી તેમાં સુધારા સાથે નવો ઠરાવ પસાર કર્યો છે. જે મુજબ રાજ્યની યુનિ.ઓ એક્ટ પ્રમાણે ચૂંટણી કરી શકશે તેમજ હંગામી અને મહેકમ સામે ખાલી પડેલી જગ્યાઓ ત્રણ વર્ષની મુદત માં સરકારની મંજૂરી વગર ભરી શકશે.યુનિ. ખાતે મંજૂર મહેકમ જગ્યાઓ પર વયનિવૃત્તિ, અવસાન કે રાજીનામા કે વીઆરએસ સહિતના કારણોના લીધે ખાલી પડેલી જગ્યાઓ જો રદ ન થઈ હોય કે અબેયન્સમાં ન ગઈ હોય તો તેવી જગ્યાએ યુનિ.ઓ 2019 ના પરિપત્રથી ભરવાની કાર્યવાહી કરી શકશે. મોટું આર્થિક હિત સંકળાયેલ હોય તેવી નાણાકીય બાબતો માટે એકલ અધિકારથી નિર્ણય લેતા પહેલાં સરકાર સાથે પરામર્શ કરવાની રહેશે.

Next Story