Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈ આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા પાડી બહાર

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈ આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા પાડી બહાર
X

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈ આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ ગરબાના સ્થળે આયોજકોએ ગ્રીન કોરિડોર ફરજિયાત તૈયાર કરવો પડશે. ઉપરાંત વિનામૂલ્યે આરોગ્યની ટીમ માટે એક સ્ટોલ ફાળવવો પડશે તથા ગરબાના સ્થળથી હોસ્પિટલ પહોંચવા માટે એમ્બ્યુલન્સ રાખવી પડશે. ગરબા સ્થળની હોસ્પિટલમાં એરાઉન્ડ ધ કલોક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. રાજ્યના દરેક કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનરને આરોગ્ય વિભાગની સૂચના આપવામાં આવી છે.



આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરનાં દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

Next Story