Connect Gujarat
ગુજરાત

તૌકતે વાવાઝોડા સહાય માટે હાઇકોર્ટ ધુંઆપુંઆ, સહાય આપવા આદેશ

તૌકતે વાવાઝોડા સહાય માટે હાઇકોર્ટ ધુંઆપુંઆ, સહાય આપવા આદેશ
X

તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં કહેર વરસાવ્યો હતો જેને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતા વાવાઝોડામાં અસરગ્રસ્તોને કોઈ સહાય ન મળતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર સામે સહાયની માંગ કરવામા આવી રહી છે ત્યારે તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્તોને વળતર ચુકવવા હાઈકોર્ટ વહારે આવી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે નુકસાનીનું વળતર ઝડપથી ચૂકવવામાં આવે. સરકાર આ માટે યોગ્ય વ્યવસ્થા કરે.

ચાર ચાર મહિના વીતી ગયા બાદ પણ ખેડૂતો તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનના વળતર થી વંચિત છે. પાક નુકસાનીનું વળતર ની જાહેરાત તો મોટી થઈ પણ વળતર ચૂકવવામાં તંત્રના ઠાગાઠૈયા કરી રહી છે સમગ્ર મામલે હાઇકોર્ટમાં અરજદાર દ્વારા અરજી થઈ હતી જેમાં સર્વે માં ખોટા લોકોએ લાભ લીધો છે અને જેને ખરેખર જરૂર છે તે નુકશાનીના વળતર થી વંચિત રહી ગયાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ખેડૂતોના પક્ષે તરફેણ કરી સરકારને ત્વરિત વંચિત લાભ આપવાનો આદેશ કર્યો છે. બીજી તરફ હાલની સ્થિતિએ વરસાદ સૌરાષ્ટ્રમાં તારાજી બોલાવી છે એનો પણ સર્વે ચાલુ છે. નવી સરકાર પાસે લોકો આશા રાખી રહ્યા છે સહાય ઝડપથી ચૂકવી દેવામાં આવે.

Next Story