/connect-gujarat/media/media_files/2025/05/03/8HDO8AUBtefMKNTP0M6D.jpg)
રાજ્યમાં એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજીબાજુ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જામ્યો છે, જૂન મહિનાની શરૂઆત થઇ ચૂકી છે,
અને ચોમાસાની એન્ટ્રી થોડાક દિવસોમાં ધમાકેદાર થવાની છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હાલમાં છૂટાછવાયા વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. વાંચો શું છે લેટેસ્ટ આગાહી...
ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે હવામાન વિભાગે રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી છૂટ્ટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટ્ટાછવાયા વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં આજે છૂટ્ટાછવાયો વરસાદ વરસી શકે છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.