Connect Gujarat
ગુજરાત

રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા

નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર. આજે વધુ નવા 529 કેસ નોંધાયા, આજે 408 લોકોએ કોરોનાને મ્હાત આપી

રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
X

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચી ગયો છે. આજે વધુ નવા 529 કેસ નોંધાયા છે. આજે 408 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કુલ 59,218 રસીના ડોઝ અપાયા હતા.

રાજ્યમાં આજે નોંધાયેલા 529 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, રાજકોટ કોર્પોરેશન 12, ગાંધીનગર કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે.

સુરતમાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, મહેસાણામાં 12, નવસારી 13, ભરુચમાં 10, ગાંધીનગરમાં 8, અમદાવાદમાં 6, વડોદરામાં 6, આણંદ અને પાટણમાં 5-5 કેસ, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ, અમરેલી, બનાસકાંઠા, દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, ખેડા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 408 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,17,623 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2914 થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.

Next Story