Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ વરસ્યો, સિંચાઈના પાણીની મુશ્કેલી થઈ દૂર

સારા વરસાદને પગલે છેલ્લા 13 વર્ષે આ વર્ષે પાણીની આવક સૌથી વધુ નોંધાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ વરસ્યો, સિંચાઈના પાણીની મુશ્કેલી થઈ દૂર
X

રાજ્યમાં સારો વરસાદ થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ છે તો રાજ્ય સરકારને પણ રાહત થઈ છે કારણકે ખેડૂતો અને પાણી માટે વલખાં મારતા અંતરિયાળ ગામો માટે ખુશીના સમાચાર એ છે કે ચોમાસના અંતને હજુ તો દોઢ મહિનાની વાર છે ત્યારે આજ દિન સુધીમાં રાજ્યમાં 80% વરસાદ પડી ગયો છે. સારા વરસાદને પગલે છેલ્લા 13 વર્ષે આ વર્ષે પાણીની આવક સૌથી વધુ નોંધાઈ છે.

રાજ્યમાં જો જિલ્લાના ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો કચ્છમાં ડેમોમાં 70% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 63% જળસંગ્રહ થયો, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74% જળ સંગ્રહ , મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44% જળ સંગ્રહ , ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 31% જળ સંગ્રહ થઈ ગયો છે. રાજ્યના 62 ડેમમાં આગામી ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલું પાણી છે તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વાત કરીએ તો નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે.

મધ્ય પ્રદેશમાં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીની આવક પણ સતત વધી રહી છે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમ ના 12 ગેટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ટર્બાઇન ચાલુ કરતા જેના ડિસ્ચાર્જ થઈ કુલ 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે જેથી હાલ નર્મદા ડેમમાં 1,10.લાખ.ક્યુસેક પાણીની આવક થઈ રહી છે,

આવક સામે નર્મદા ડેમમાંથી 49,829 ક્યુસેક પાણીની જાવક છે તો મહિસાગરના ખાનપુરમાં ભાદર ડેમની સપાટી 119.90 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા લોકોમાં ખુશીનો માહોલ છે. ડેમની ભયજનક સપાટી 123.72 મીટર છે. તો બીજી તરફ કડાણા ડેમમાં 41 હજાર 410 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

Next Story