Connect Gujarat
ગુજરાત

વડોદરાનાં શિક્ષક UKમાં રોયસ્ટોનનાં મેયર બન્યાં, સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અને એશિયન

વડોદરા શહેરના પ્રતાપગંજની સ્કૂલમાં 12 વર્ષ સુધી અંગ્રેજી અને સમાજશાસ્ત્ર ભણાવનાર શિક્ષિકા મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનનાં મેયર બન્યાં

વડોદરાનાં શિક્ષક UKમાં રોયસ્ટોનનાં મેયર બન્યાં, સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અને એશિયન
X

વડોદરા શહેરના પ્રતાપગંજની સ્કૂલમાં 12 વર્ષ સુધી અંગ્રેજી અને સમાજશાસ્ત્ર ભણાવનાર શિક્ષિકા મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનનાં મેયર બન્યાં છે. આ સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અને એશિયન છે. આ સિદ્ધિ માટેનો શ્રેય તેમણે અહીં કરેલી સામુદાયિક સેવાને આપ્યો હતો. તેઓ વડોદરામાં રોઝરી સ્કૂલમાં 1995થી 2007 સુધી શિક્ષિકા રહ્યાં હતાં.

મૂળે કેરલનાં અને વડોદરાનાં સુભાનપુરામાં રહી ચૂકેલાં મેરી એન્ટોનીએ જણાવ્યું કે, કમ્યૂનિટી સર્વિસમાં હું અગાઉથી જ જોડાયેલી હતી. અહીં રોયસ્ટોનમાં આવ્યા બાદ પણ હું કામગીરી કરતી હતી, જેથી મારો લોકસંપર્ક વધી ગયો હતો. આ કારણસર કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલી ન હોવા છતાં મેયર બની શકી. હકીકતે લોકલ બિઝનેસને કેવી રીતે વધારવો તે માટે રચાયેલી એક પાર્ટીમાં હતી. આ શહેરની વસ્તી 25 હજારની આસપાસ છે. અહીં 44 ભારતીય કુટુંબ છે, જેમાં વડોદરા ઉપરાંત ભારતનાં ઘણાં રાજ્યોના લોકો રહે છે. વડોદરાનાં સંસ્મરણ વાગોળતાં તેમણે જણાવ્યું કે, 'વડોદરામાં ગરબાનું સંગીત મને ગમતું હોવાથી તેને જોવા જતી હતી. વડોદરાના ડો.રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં જ સ્થાયી થઇ ગયાં છીએ. આ શહેર ખૂબ હરિયાળુ છે અને વ્યાપારનું કેન્દ્ર હોવાથી આસપાસનાં ઘણાં ગામોના લોકો અહીં ખરીદી કરવા આવે છે. રોયસ્ટોન લંડનથી 50 કિમીના અંતરે છે.મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે તે પાર્ટીએ પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ અનેક સંસ્થા સાથે જોડાયેલાં છે અને વડીલો-બીમારોની સેવા કરે છે.તેમના પતિ ડો.રોબિન આઇપીસીએલ સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવ નામનાં બે સંતાનો છે.

Next Story
Share it