આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, ખેડા ભરૂચ અને વલસાડ અતિભારે વરસાદની આગાહી
BY Connect Gujarat7 Sep 2021 4:25 PM GMT

X
Connect Gujarat7 Sep 2021 4:25 PM GMT
જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, ખેડા ભરૂચ અને વલસાડ અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
કયા-કયા જિલ્લાઓમાં પડી શકે અતિભારે વરસાદ?
સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.
Next Story