Connect Gujarat
ગુજરાત

પશ્ચિમ કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

પાકિસ્તાનની સરહદ નજીક આવેલાં કચ્છ જિલ્લામાં સુરક્ષા અને સલામતી અંત્યંત જરૂરી છે ત્યારે પશ્ચિમ કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે

પશ્ચિમ કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
X

પાકિસ્તાનની સરહદ નજીક આવેલાં કચ્છ જિલ્લામાં સુરક્ષા અને સલામતી અંત્યંત જરૂરી છે ત્યારે પશ્ચિમ કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે તેવી જાહેરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે.

રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કચ્છ જિલ્લાની મુલાકાતે છે. ગઇકાલે તેમણે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આજે ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ક્રાઇમ કોનફરન્સ યોજી હતી. ખાસ તો તેમણે પશ્ચીમ કચ્છમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનવાના છે તે અંગે ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. ભુજ બી ડિવિઝનમાંથી માધાપર, મુન્દ્રામાંથી પ્રાગપર અને માંડવીમાંથી કોડાય નવું પોલીસ સ્ટેશન બનશે.આ ઉપરાંત ભુજમાં શરૂ કરાયેલ વીરાગના સ્કવોર્ડની ટીમે ટૂંકાગાળામાં સારી કામગીરી કરી છે. જેથી આ ટીમમાં સામેલ મહિલા પોલીસ કર્મચારીઓનું પણ સન્માન ગૃહમંત્રીના હસ્તે કરાયું હતું. તારીખ પાંચમી ઓગસ્ટના મુખ્યમંત્રી કચ્છથી રાજ્યમાં કિસાનોને દિવસે વીજળી આપવાના પ્રોજેક્ટનો આરંભ કરાવવાના છે આ યોજનાનો 1500 ગામના લોકોને લાભ મળશે તેવું ગૃહમંત્રીએ જણાવ્યું છે..

Next Story
Share it