Connect Gujarat
ગુજરાત

RTE એક્ટ અંતર્ગત નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ-૧૨ (૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે

RTE એક્ટ અંતર્ગત નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે
X

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ-૧૨ (૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

જે બાળકોએ ૧લી જુન ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પુર્ણ કરેલ હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશ પાત્ર બને છે. બાળકના વાલી www.rte.orpgujarat.com વેબસાઇટ પર તા. ૨૫ જુન ૨૦૨૧થી તા. ૫ જુલાઇ ૨૦૨૧ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઇન નં-૦૨૬૮-૨૫૫૭૪૫૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતી-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મ પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. કોવિડ-૧૯ મહામારીના કારણે ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવાનુ રહેશે નહી. પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યા સુધી વેબસાઇટ જોતા રહેવુ. આ અંગે મોબાઇલ નંબર પર રાજ્ય કક્ષાએથી મેસેજથી જાણ કરવામાં આવશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.

Next Story
Share it