Connect Gujarat
ગુજરાત

વડોદરા: ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા

વડોદરા: ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા
X

વડોદરામાં માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને 25 લાખ રૂપિયાના ચેક રિટર્નના કેસમાં કોર્ટે એક વર્ષની કેદની સજા અને 60 દિવસમાં રકમ ચુકવી આપવા આદેશ કર્યો છે.

વડોદરા શહેરના માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલ ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા ઉપેન્દ્ર શાહ પાસેથી વર્ષ 2016માં એક કન્ટ્રક્શન સાઇટ ચાલુ કરવા રૂપિયાની જરૂર હોવાથી રૂપિયા 25 લાખ લીધા હતા. પ્રોજેક્ટ પૂરો થતા ઉપેન્દ્ર શાહે રૂપિયા પરત માંગતા ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે રૂપિયા પરત કર્યા ન હતા. તેમજ કલ્પેશ પટેલે 25 લાખનો ચેક ઉપેન્દ્ર શાહને આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન (બાઉન્સ) થયો હતો. જેથી ઉપેન્દ્ર શાહે કલ્પેશ પટેલ સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે આજે કોર્ટે ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને ગુનેગાર ઠેરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની 25 લાખની રકમ 60 દિવસમાં ઉપેન્દ્ર શાહને ચુકવી દેવા આદેશ કર્યો છે.

Next Story