Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ મુંબઇની મહીલાને સાથે રાખી બિચ્છુ ગેંગના સાગીરત સહિત 4 રૂ. 8 લાખનુ MD ડ્રગ્સ વેચવા નીકળ્યા અને જાણો પછી શું થયું..?

ડ્રગ્સનુ દુષણ દિવસેને દિવસે યુવા પેઢીને ખોખલુ બનાવી રહ્યું છે. ડ્રગ્સના દુષણને ડામવા માટે લાંબા સમયથી રાજ્યની પોલીસ અને દેશની વિવિધ એજન્સીઓ દિવસ રાત એક કરી રહીં છે

વડોદરાઃ મુંબઇની મહીલાને સાથે રાખી બિચ્છુ ગેંગના સાગીરત સહિત 4 રૂ. 8 લાખનુ MD ડ્રગ્સ વેચવા નીકળ્યા અને જાણો પછી શું થયું..?
X

ડ્રગ્સનુ દુષણ દિવસેને દિવસે યુવા પેઢીને ખોખલુ બનાવી રહ્યું છે. ડ્રગ્સના દુષણને ડામવા માટે લાંબા સમયથી રાજ્યની પોલીસ અને દેશની વિવિધ એજન્સીઓ દિવસ રાત એક કરી રહીં છે. તાજેરતમાંજ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. તેવામાં હવે ડ્રગ્સની લાઇન મધ્યપ્રદેશના રતલામથી પણ ચાલતી હોવાનુ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ હેમંતને બાતમી મળી હતી કે, તાંદલજા ખાતે રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનીવર ઉર્ફે તન્નુ શબ્બીર હુસેન મલેક અને મુંબઇની મધુમીતા ઉર્ફે અનામિકા સરદાર સીંગ સહિતની ટોળકી મધ્યપ્રદેશથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો લઇ હાલોલ હાઇવેથી વડોદરા આવવાના છે. ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમ ગોલ્ડન ચોકડી સ્થિત ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી.બાતમી આધારે ગાડીને જોતા એસ.ઓ.જીની ટીમ સર્તક થઇ ગઇ હતી. જોકે કાર ટોલનાકા નજીક આવેલા દરજીપુરા આર.ટી.ઓ રોડ પરની ટોબકો કંપનીની કમ્પાઉન્ડ વોલ પાસે ઉભી હતી. જેથી કારમાં તપાસ કરતા એક મહિલા સહિત ચાર શખ્શો મળી આવ્યાં હતા.

જેમાં બિચ્છુ ગેંગનો તનવીર ઉર્ફે તન્નુ હોવાની પણ ખાતરી થતા તમામની અંગઝડતી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.કારમાં સવાર તમામની અંગઝડતી કરતા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે આ ચારેયની પુછતાછ કરતા મધ્યપ્રદેશ ખાતે ઉજ્જૈન-ઇન્દોર હાઇવેની વચ્ચે આવેલી શીતલ હોટલ પાસે રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ પાસેથી ખરીદ્યો હોવાનુ ખુલ્યુ હતુ. તથા કોઇને શંકા ન જાય તે માટે મુંબઇની મધુમીતા ઉર્ફે અનામિકાને કારમાં પોતાની સાથે રાખતા હોવાનુ કહાની બહાર આવી હતી. જેથી પોલીસે આ મામલે બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે તન્નુ શબ્બીર મલેક, પાર્થ ઉર્ફે સરદાર પ્રદિપ શર્મા, શહેબાઝ મુસ્તુફાભાઇ પટેલ અને મધુમિતા ઉર્ફે અનામિકા રોહિત સીંગ સામે એન.ડી.પી.એસનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી રૂ. 8,10,400ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સહિત કૂલ રૂ. 12,08,730નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.મધ્યપ્રદેશ રતલામના લાલુ નામના સપ્લાયર પાસેથી ડ્રગ્સ ખરીદી કારમાં વડોદરા લાવવામાં આવતો હતો. જોકે કોઇને શંકા ન જાય તે માટે મધુમિતાને સાથે રાખવામાં આવી હતી. ત્યારબાદ ડ્રગ્સના રવાડા ચઢેલા લોકોને શોધી ડ્રગ્સની નાની પડકીઓ બનાવી વેચાણ કરતા હતા. બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે તન્નુ સામે અગાઉ ખંડણી, જમીન પચાવી પાડવી, મારા-મારી, રાયોટીંગ તથા ઘુનની કોશિષ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

Next Story