વડોદરા : કરજણ ગામ તળાવમાંથી મૃત હાલતમાં મગરનું બચ્ચું મળી આવ્યું, વન વિભાગ દોડતું થયુ

કરજણ તળાવમાંથી મૃત હાલમાં મગરનું બચ્ચું મળી આવ્યું

New Update

કરજણ જુના બજાર તળાવની આસપાસ ફાયર સેફટીના જવાનો રાઉન્ડ દરમિયાન ફાયર સેફટીના જવાનોને તળાવમાંથી એક મગરનું બચ્ચું મૃત હાલતમાં જોવા મળતા જવાનોએ કરજણ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને જાણ થતા વન વિભાગના કર્મચારીએ મગરના બચ્ચાને તળાવમાંથી કાઢી મગરના મૃત દેહને લઈ જવામાં આવ્યો હતો. મગરના બચ્ચાનું મૃત્યુ ક્યાં કારણે થયું તે હજુ અકબંધ છે આ ઘટનાને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા.

Advertisment

બીજી તરફ કરજણ નવા બજાર વિસ્તારમાં પણ રાત્રે અંદાજે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં જલારામ નગરથી સંતોષ નગર જવાના રસ્તાની વચ્ચે ઓમ શાંતિ નગર સોસાયટીમાં બે મગર લિયાકત ભાઈ ચૌહાણના ઘરના ગેટ સામે નજરે ચડ્યા હતા અને લિયાકત ભાઈ ચૌહાણ દ્વારા વોર્ડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહંમદ સૈયદને ટેલિફોન કરી જાન કરતા મહંમદ ભાઈ સૈયદ તાત્કાલિક સ્થળ ઉપર આવી વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઓમ શાંતિ નગરમાં પહોંચી મગરને રેસક્યુ કરી મગરને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો. મગરને રેસક્યુ કર્યા બાદ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ મેળવ્યો હતો અને એક નંબર વોર્ડ ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહંમદ સૈયદનો સોસાયટી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment