Connect Gujarat
ગુજરાત

વડોદરા : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણી કરાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વડોદરા ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

વડોદરા : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણી કરાશે
X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વડોદરા ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં આ ઉજવણી તા. ૨૮મી ઓગષ્ટ ૨૦૨૧ના રોજ કરવામાં આવી રહી છે. તા. ૨૮મી ઓગષ્ટના રોજ સવારે ૧૦.૦૦ કલાકે બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાનાર કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની સાર્થક ઉજવણીનું સંબધિત વિભાગોએ કોવિડ-૧૯ના નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને અસરકારક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી કાર્યક્રમનું સમગ્ર આયોજન અને વ્યવસ્થા એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. આ અવસરે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story