Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઉમરગામ રેલ્વે ટ્રેક નજીક ડમ્પરે મારી પલટી, રેલ્વે વિભાગ દોડતું થયું...

વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે રેલ્વે ટ્રેક નજીક ડમ્પર પલટી મારી જતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું

વલસાડ : ઉમરગામ રેલ્વે ટ્રેક નજીક ડમ્પરે મારી પલટી, રેલ્વે વિભાગ દોડતું થયું...
X

વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે રેલ્વે ટ્રેક નજીક ડમ્પર પલટી મારી જતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું, ત્યારે ભારે જહેમત બાદ ડમ્પરને રેલ્વે ટ્રેક નજીકથી દૂર ખસેડવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ઉમરગામ નજીક આવેલ રેલ્વે ટ્રેકની બાજુમાં સવારના સમયે અચાનક ડમ્પર પલટી મારી ગયું હતું. જેના પગલે વલસાડ રેલ્વેનું સાયરન વાગતા રેલ્વે વિભાગ દોડતું થયું હતું. બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ડમ્પરને રેલ્વે ટ્રેક નજીકથી દૂર ખસેડવામાં આવ્યું હતું. જોકે, ઉમરગામ નજીક રેલ્વે ટ્રેક પર ચાલી રહેલ કામ અર્થે પસાર થતા ડમ્પર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઘટના સર્જાય હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં રેલ્વે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story