Connect Gujarat
ગુજરાત

વલસાડ : ગોદાવરી નદીના પવિત્ર જળ કાવડમાં ભરી શિવભક્‍તોએ યોજી ભવ્ય પદયાત્રા...

વલસાડ જિલ્લાના આછવણીના સુપ્રસિદ્ધ પ્રગટ પ્રગટેશ્વર ધામમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મહોત્‍સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે

વલસાડ : ગોદાવરી નદીના પવિત્ર જળ કાવડમાં ભરી શિવભક્‍તોએ યોજી ભવ્ય પદયાત્રા...
X

વલસાડ જિલ્લાના આછવણીના સુપ્રસિદ્ધ પ્રગટ પ્રગટેશ્વર ધામમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મહોત્‍સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ મહોત્‍સવ ઉજવણીની તડામાર તૈયારીના ભાગરૂપે તા. ૨૧મી ફેબ્રુઆરીએ ધર્માચાર્ય પરભુદાદા તથા રમાબાના સાનિધ્‍યમાં નાસિક પંચવટી રામકુંડ ખાતેથી પ્રગટેશ્વર ધામ સેવા સમિતિ પ્રમુખ બીપીન પરમારની આગેવાની હેઠળ પવિત્ર ગોદાવરી નદીના જળની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

નાશિક ગોદાવરી નદીના પવિત્ર જળ કાવડમાં ભરી શિવભક્‍તોની શિસ્‍તબધ્‍ધ રીતે ચાલી રહેલી પદયાત્રાનું રસ્‍તામાં ભાવિક ભક્‍તોએ ઠેર-ઠેર સ્‍વાગત કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્‍યા હતા. પદયાત્રાના પ્રારંભ અવસરે ગુજરાત શિવ પરિવારની ૧૧ બહેનો દ્વારા નાસિક ખાતે મા ગોદાવરીની પૂજા કરવામાં આવી હતી. ત્‍યારબાદ ભગવાન શિવજીનો અભિષેક અભિષેક કરી પૂ. રમાબા દ્વારા દરેક કાવડયાત્રીઓ તથા ડીંડીયાત્રામાં સામેલ સૌ ભક્‍તોને કુમકુમ તિલક કરી ત્‍યાંથી પદયાત્રાને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. ત્‍યારબાદ શિવભક્‍તોએ કપાલેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતા અને ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબોને રથમાં બેસાડી શોભાયાત્રા દ્વારા પદયાત્રીઓ અને શિવભક્‍તોએ મશરૂમ સાંઇબાબાના મંદિરે દર્શન કર્યા હતા. ત્‍યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ગજાનંદસ્‍વામી આશ્રમના વેણુભારતી મહારાજ, પૂ. પરભુદાદા, રમાબા, નાસિકના પૂર્વ ધારાસભ્‍ય બાલસાહેબ, તુષારકાકા, ભાસ્‍કર શિંદે, કિશન સિંહ, દેશમુખકાકા દ્વારા કરવામાં આવ્‍યું હતુ. ત્‍યારબાદ એક કુંડી લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્‍યો હતો.

Next Story