Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય

વલસાડ જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યિક્ષતામાં યોજાઇ હતી

વલસાડ : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય
X

વલસાડ જિલ્લાણ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યિક્ષતામાં યોજાઇ હતી. બેઠકના અધ્ય ક્ષસ્થાાનેથી જિલ્લા કલેકટરએ સંકલન સમિતિના ભાગ-૧ અંતર્ગત જિલ્લાયના સંબધિત ધારાસભ્યોાના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતો બાબતે સંબધિત વિભાગના અધિકારીએ કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. જો પ્રશ્ન એકથી વધુ વિભાગોને સ્પીર્શતો હોઇ તો સંબધિત પરસ્પયર વિભાગોના અધિકારીઓએ સંકલન કરી ત્વપરિત નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

કપરાડા તાલુકાના ધારાસભ્ય્ જીતુ ચૌધરીના પંડોર ગામે સ્ટેરટ હાઇવે જમીન સંપાદન થયા બાદ ૭/૧૨ના રેકર્ડ ઉપર દુરસ્તીાની એન્ટ્રી પડેલ છે કે કેમ? અને એન્ટ્રીઓ પડેલ હોય તો ૭/૧૨ પરથી દુરસ્તી/ થયેલ છે કે કેમ ? અને નકશા ઉપર એની દુરસ્તીલની અસર આપવામાં આવી છે કે કેમ ? બાબતે ડી. આઇ.એલ.આર. વલસાડ દ્વારા જણાવવામાં આવ્યુંા હતું કે, પંડોર ગામે કોલક નદીની બાજુમાં આવેલા બ્રીજના નિર્માણ પહેલા પરીયા અંબાચ રોડની જમીન સંપાદનની માપણી સન ૧૯૮૦માં થયેલ છે. જેને આધારે દુરસ્તીદ કરવામાં આવી છે.

ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા ધરમપુર નગરમાં રખડતા ઢોરોને કારણે અકસ્મારત થવાની સંભાવના રહેલી છે તે અંગે ચીફ ઓફિસર ધરમપુર દ્વારા રખડતા ઢોરોને પકડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધરમપુર તાલુકામાં થયેલા મનરેગાના કામોમાં શ્રમિકોને નાણાંની ચૂકવણી બાકી છે, તે બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીય દ્વારા જણાવવામાં આવ્યુંન હતું કે, શ્રમિકોને તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધીના નાણાં ચૂકવવામાં આવ્યાક છે. બાકીના ચૂકવવાપાત્ર નાણાં શ્રમિકોને રાજય સરકાર તરફથી ગ્રાન્ટ૧ મળ્યે કાર્યવાહી કરવામાં આવશે. વાંકલ- ફલધરા રસ્તા પર આવતી વણઝાર નદી પર બંધાતા નવા પુલનું કામ અધૂラરૂ હોય લોકોને મુશ્કે.લી પડે છે જે બાબતે પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઇજનેર તરફથી આ કામ ડીસેમ્બયર ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશે એમ જણાવેલ છે. જયારે ધરમપુર તાલુકા વિસ્તાોરમાં આવેલ નેશનલ હાઇવેના વાપી થી ખાનપુર સુધીના રસ્તા ઓમાં ઘણી જગ્યાેએ ખાડા પડી ગયેલા હોઇ, વાહનચાલકોને તકલીફ પડે છે અને અકસ્માેતનો ભય પણ રહેલો છે એ બાબતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ રસ્તાક પર પડેલ ખાડામાં પેચવર્ક કરી મરામત કરવામાં આવી રહી છે અને ચોમાસા બાદ આ રસ્તા્ પર ડામરીંગ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે.

Next Story