Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક યોજાય...

આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સંકલન સમિતિના પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વલસાડ : જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક યોજાય...
X

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સંકલન સમિતિના પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર બેઠક દરમ્યાન ભાગ-૧ અંતર્ગત જિલ્‍લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી. એકથી વધુ વિભાગોને સ્‍પર્શતા પદાધિકારીઓના પ્રશ્નો હોય તે પરસ્‍પર વિભાગોના સંકલનથી પ્રશ્નો હલ કરવા માટે સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી. તો ભાગ-૨માં જિલ્‍લા કલેકટરએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં વલસાડ જિલ્‍લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, સાંસદ ર્ડા. કે.સી.પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારી નીલેશ કુકડીયા, આનંદુ સુરેશ ગોવિંદ, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક ભારદ્વાજ તેમજ સંબધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Next Story