Connect Gujarat
ગુજરાત

વલસાડ : અટકપારડી પ્રાથમિક શાળાએથી 'બોલેગા બચપન' મૌખિક અભિવ્‍યક્‍તિ અભિયાનનો શુભારંભ

વલસાડ તાલુકાની અટક-પારડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની ઉપસ્‍થિતિમાં ‘બોલેગા બચપન’ મૌખિક અભિવ્‍યક્‍તિ અભિયાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજી શાળાના વિદ્યાર્થીઓના હસ્‍તે શરૂઆત કરવામાં આવી હતી.

વલસાડ : અટકપારડી પ્રાથમિક શાળાએથી બોલેગા બચપન મૌખિક અભિવ્‍યક્‍તિ અભિયાનનો શુભારંભ
X

વલસાડ તાલુકાની અટક-પારડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની ઉપસ્‍થિતિમાં 'બોલેગા બચપન' મૌખિક અભિવ્‍યક્‍તિ અભિયાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજી શાળાના વિદ્યાર્થીઓના હસ્‍તે શરૂઆત કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની જણાવ્‍યું હતું કે, તાલુકા અને બીટ કક્ષાના વિવિધ ૨૭ સ્‍થળોએ પણ આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આગામી સમયમાં દરેક શાળાના, દરેક વર્ગખંડના, દરેક બાળકની મૌખિક અભિવ્‍યક્‍તિ ક્ષમતા સંવર્ધન પ્રવૃત્તિ એક ઝુંબેશ સ્‍વરૂપે સમયબધ્‍ધ રીતે હાથ ધરવામાં આવશે. વર્ગખંડમાં કોઈપણ બાળક શિક્ષકના ધ્‍યાન બહાર રહે નહીં અને દરેક બાળક દરેક પ્રવૃતિમાં સામેલ થાય તે જોવાની જવાબદારી શાળા અને શિક્ષક તરીકે આપણી પોતાની જ છે. Every Child Matters - 'પ્રત્‍યેક બાળક મહત્ત્વનું છે. આ જ વાત શિક્ષણના અધિકારમાં નિહિત છે, તો વળી મૂળભૂત અધિકારોમાં વાણી સ્‍વાતંત્ર્યનાં અધિકારને સ્‍થાન આપી બંધારણના ઘડવૈયાઓએ પણ મનુષ્‍યના વિચારની અભિવ્‍યક્‍તિને અદકેરૂં સ્‍થાન બક્ષ્યું છે.

સરકારી પ્રાથમિક શાળાના ધો.-૧ થી ૮માં અભ્‍યાસ કરતાં મોટા ભાગનાં બાળકો સામાન્‍ય પરિવારમાંથી આવે છે, જેમનાં માતા-પિતા ખેતી ઉપર નિર્ભર છે, અથવા દૈનિક ધોરણે રોજગાર-મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. આવા પરિવારોમાંથી આવતા બાળકોનું નાગરિક ઘડતર વધુ સારી રીતે કરવા તેમની મૌખિક અભિવ્‍યક્‍તિ વિકસે તે સુનિશ્‍ચિત કરવું ખૂબ જ જરૂરી જણાય છે, કેમ કે માનવ મન જ બૌદ્ધિક વિકાસનો સ્રોત છે અને મનના વિચારોને યોગ્‍ય રીતે રજૂ કરવા થકી જ વૈચારિક પુખ્‍તતા સંવર્ધન યોગ્‍ય રીતે કરી શકવાને યોગ્‍ય અવકાશ મળે છે. આ બાબતો ધ્‍યાને લઇ વલસાડ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોની મૌખિક અભિવ્‍યક્‍તિ વિકસાવવા, 'બોલેગા બચપન' અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે.

Next Story