Connect Gujarat
ગુજરાત

વલસાડ : ગલોંડા ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સાયકલ અંગેનો શિક્ષણ-તાલીમ કાર્યક્રમ યોજાયો

શાળાના બાળકો દ્વારા સાયકલ ચલાવવાના ફાયદા તથા મહત્‍વ વિશે ત્રયમ ફાઉન્‍ડેશન દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

વલસાડ : ગલોંડા ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સાયકલ અંગેનો શિક્ષણ-તાલીમ કાર્યક્રમ યોજાયો
X

સંઘ પ્રદેશના પ્રશાસકના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટેના વિશેષ આગ્રહથી પ્રેરિત થઇ દાદરા અને નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ત્રયમ ફાઉન્‍ડેશનના સહકારથી ગત તારીખ ૨૮/૦૩/૨૦૨૨ના દિને પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા ગલોંડા ખાતે સાયકલ અંગેનું શિક્ષણ તથા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામિણ વિસ્‍તારોમાં શાળાના બાળકો દ્વારા સાયકલ ચલાવવાના ફાયદા તથા મહત્‍વ વિશે ત્રયમ ફાઉન્‍ડેશન દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

ભારતભરમાં તમામ લોકો સાયકલ ચલાવી સ્‍વાસ્‍થ્‍ય સારું રાખે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ કરે, શારીરિક વ્‍યાધિમાંથી પણ મુક્‍તિ મેળવે અને અનેક પ્રકારે જીનજીવનમાં નવો સંચાર થાય એ માટે સાયક્‍લ મેયર તરીકે ઓળખાતા ભેરવી જોશી ખૂબ જ ઉત્‍સાહથી કામ કરી રહ્‍યા છે. સેલવાસ સિટીને પ્રથમ સાયકલિંગ સીટી તરીકે માન્‍યતા અપાવવા તેઓ પ્રયત્‍નશીલ છે. ભૈરવી જોશી સુરત, વડોદરા અને રાજકોટવાસીઓને પણ સાયકલ તરફ વાળવા કટિબધ્‍ધ છે. જેમાં સ્‍ટ્રીટ આર્ટ, ખુલ્લી શેરીમાં સાયકલિંગ, વિવિધ ગેમ્‍સ, સાયકલિંગ શિક્ષણ, ટ્રાફિક શિક્ષણ વગેરે પ્રવૃતિઓ કરતા નજરે ચડે છે.

તાજેતરમાં જ ભૈરવી જોશીએ કેન્‍દ્રિય આરોગ્‍ય મંત્રી મનસુખ માંડવીયા સાથે સાયકલ પેડલિંગ સ્‍પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ૨૦ શહેરોની ટીમો મળી ૪૦૦ સાયક્‍લવીરોએ ભાગ લીધો હતો. "તમારા વિચારને બળતણ કરો અને 'ઓઝોન વાયુ બચાવો" જેવા એમના પુસ્‍તકો ચોમેર ખ્‍યાતી પામ્‍યા છે. આ ઉપરાંત નેધરલેન્‍ડ સ્‍થિત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ બી.વાય.સી.એસ.ની ભારતની બીજી મહિલા સાયકલ મેયર બની ચૂકેલા ભૈરવી જોશીએ કોરોના કાળમાં વાર્તા, કવિતા અને ડ્રોઇંગ્‍સ જેવા સ્‍વરૂપોમાં વ્‍યક્‍ત કરાયેલા વિવિધ કથાઓ માટે પ્‍લેટફોર્મ પ્રદાન કરવાનું વિચાર્યું અને આ રીતે આ યુવા લેખકો માટે એક વિશ્વ ખોલ્‍યું હતું. જેમાં ૩૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી શ્રેષ્ઠ વાર્તાઓ અને કવિતાઓ પસંદ કરી અને તેમના કાર્યની ઈ-બુક પહોંચાડાઇ હતી. આ પ્રયાસની ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રશંસા કરી હતી, જે વલસાડ જિલ્લા માટે ગૌરવની વાત છે.

Next Story