વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. દ્વારા ટી.એ.એ.પી. ગ્રાન્ટમાંથી રૂા. ૧૩.૪૦ કરોડના ખર્ચે નવનર્મિત ૬૬ કે. વી. સબ સ્ટેશન, રૂા. ૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ રૂા. ૧૭. ૪૪ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન મળી કુલ ૧૩.૭૭ કરોડના ખર્ચે 3 વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઇના વરદ હસ્તે કરાયા હતા.
આ અવસરે નાણાંમંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, આ સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે છે. ૨૪ કલાક વીજળી આપતી જ્યોતિગ્રામ યોજનામાં ગુજરાતનું દરેક ગામ જોડાયેલું છે. વલસાડ જિલ્લામાં ૫૦ ટકા સબસ્ટેશન છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે અને આવનારા બે વર્ષમા બીજા ૨૦ સબસ્ટેશનો બનાવવામાં આવશે. સુથારપાડા ખાતે નવી પેટા કચેરી બનાવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું છે, ત્યારથી ગુજરાતની અનોખી વિકાસની ક્રાંતિ થઇ છે. વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં મોટાપાયે આર્થિક વિકાસ થતાં સૌથી મોટી રોજગારી ગુજરાતમાં મળી રહી છે.
ગુજરાતમાં કૃષિ મહોત્સવ શરૂ થયા બાદ રાજ્યનો કૃષિદર ૧૦ ટકાની ઉપર હંમેશા રહ્યો છે. જેનું મુખ્ય કારણ વીજળી અને પાણી છે. દરેક ગ્રામ પંચાયતને વ્યક્તિદીઠ ૪૮૮ રૂપિયાની રકમ નાણાંપંચ હેઠળ મળે છે, જેનાથી સરપંચ અનેકવિધ કામો કરી શકતા ગામોનો વિકાસ ઝડપી બન્યો છે. કોરોના મહામારીમાં પણ સમગ્ર વિશ્વ કરતાં ઓછું નુક્શાન થયું છે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે મોટાપાયે રસીકરણના કારણે ત્રીજી લહેરમાં નાણાંપંચ હેઠળ મળે છે, જેનાથી સરપંચ અનેકવિધ કામો કરી શકતા ગામોનો વિકાસ ઝડપી બન્યો છે. કોરોના મહામારીમાં પણ સમગ્ર વિશ્વ કરતાં ઓછું નુક્શાન થયું છે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે મોટાપાયે રસીકરણના કારણે ત્રીજી લહેરમાં ઓછી અસર જોવા મળી હતી. સૌસાથે મળીને ગુજરાતનો વધુ ને વધુ વિકાસ કરીએ તેમ જણાવી વહીવટી તંત્ર અને સરકાર જે રીતે કામગીરી કરી રહયા છે, તે જોતા ગુજરાતના વિકાસને કોઇ રોકી શકે તેમ નથી, તેમ વધુમાં જણાવ્યુ હતું.