Connect Gujarat
ગુજરાત

વલસાડ : ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ નાણાંમંત્રીના હસ્‍તે સંપન્‍ન

વલસાડ : ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ નાણાંમંત્રીના હસ્‍તે સંપન્‍ન
X

વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા.૧૪૦૩.૭૭ લાખના ખર્ચે પાંચ કામોના ખાતમુહૂર્ત તેમજ રૂા.૩૯.૫૫ લાખના ખર્ચે બે વિકાસકાર્યોના લોકાર્પણ મળી કુલ રૂા.૧૪૪૩.૩૨ લાખના ખર્ચે ૦૭ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઇના હસ્‍તે કરાયા હતા.

ધરમપુર નગરપાલિકાની પાણી પુરવઠા સુધારણા યોજના અંતગર્ત વિવિધ વિસ્‍તારમાં રાઈઝીંગ મેઇન લાઇન, પાણીની ટાંકીઓ, વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, પંપરૂમ અને મશીનરી લગાવવાનું કામ રૂ.૯૧૧.૭૯ લાખ, ધરમપુર નગરપાલિકાના વિવિધ વિસ્‍તારમાં પેવર બ્‍લોક રોડ રૂ.૨૭૨.૬૦ લાખ, ડામર રોડ રૂ.૧૫૩.૫૮ લાખ, આર.સી.સી. રોડ રૂ.૩૪.૮૮ લાખ, ધરમપુર નગરપાલિકા રેંજ ફોરેસ્‍ટ ઓફીસ, ગાંધીબાગ પાસે અને શાકભાજી માર્કેટ પાસે ગાર્ડન ડેવલોપમેન્‍ટનું કામ રૂ.૩૦.૯૨ લાખનો સમાવેશ થાય છે. જ્‍યારે લોકાર્પણ કરાયેલા કામોમાં ઓઝરપાડા ફિલ્‍ટર પ્‍લાન્‍ટ ખાતે વાહનો મુકવા માટે પાર્કિંગ શેડ રૂ.૨૭.૦૪ લાખ તેમજ ધરમપુર નગરપાલિકાના વિવિધ વિસ્‍તારમાં મહાનુભાવોની પ્રતિમાઓ રૂ.૧૨.૫૧ લાખનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિજયદેવજી સ્‍પોર્ટસ કોમ્‍લેક્ષ, ત્રણ દરવાજા ધરમપુર ખાતે યોજાયેલા સમારંભને સંબોધતા નાણાંમંત્રી કનુ દેસાઇએ ધરમપુર નગરપાલિકાએ કરેલી વિકાસ કામગીરીની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, નગરપાલિકા વિસ્‍તારમાં સુવ્‍યવસ્‍થિત ડેવલપમેન્‍ટ પ્‍લાન બનવી રસ્‍તા, પાણી, ગેસ, સહિતની કામગીરી એક સાથે કરવી જોઈએ. અન્‍ડરગ્રાઉન્‍ડ ઇલેકટ્રીક લાઈન થકી શહેરની રોનકમાં અનેકગણો વધારો થશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. ધરમપુર વિસ્‍તારમાં વિકાસકાર્યો માટે પૂરતા સહયોગની ખાતરી આપી સરકારના વિવિધ અભિયાનોમાં સૌના સહકારની અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Next Story