Connect Gujarat
ગુજરાત

વલસાડ : નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા રોપા વિતરણ સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વલસાડ : નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા રોપા વિતરણ સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
X

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા જિલ્લાના વિવિધ સ્‍થળોએ જિલ્લા યુવા અધિકારી સત્‍યજીત સંતોષના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના દરેક બ્‍લોકના સ્‍વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં શીતલ ટાઉનશિપ, ભરવાડ, કાકડિયા મોરા, મંદિર ફળિયા, જી.આઇ.ડી.સી. કોલોનીમાં, પારડી તાલુકામાં ડુંગરા અને કોલીવાડ, વલસાડ તાલુકામાં માલવણ, જેસપોર, સરોણ, નંદાવલા, તરિયાવાડ, ધરમપુર તાલુકામાં હનમતમાળ, આવધા, કરંજવેરી, ખામદાહડ અને કપરાડા તાલુકામાં બારપુડા ગામ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં સીતાફળ, જમરુખ, વડ, લીમડો, પીપળો, ગુલમહોર, કાજુ, આસોપાલવ, નિલગીરી, ફણસ, શરૂ, બદામ, કરંજ વગેરે વૃક્ષો વિતરણ કરવામાં આવ્‍યા હતા.

આ કાર્યક્રમોમાં સંબંધિત ગામના સરપંચ, આરોગ્‍ય કર્મચારીઓ, ગામના સભ્‍યો, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર બહેનો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. વલસાડ જિલ્લાના દરેક તાલુકાના રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક માર્ટિન પટેલ, પ્રિન્‍સ પટેલ, વૈભવી રાઠોડ, પલ પટેલ, મનીષ સિંગ, વિરલ પટેલ, આશા પટેલ અને કલ્‍પાનાથ ચૌહાણ સહિતના ઉપસ્થિતોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story