વલસાડ:યુવતી સાથે રેપ વિથ મર્ડરના ગુન્હામાં પોલીસને સફળતા,આરોપીની ધરપકડ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી,

New Update
Advertisment
  • વલસાડમાં રેપ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો

  • 10 દિવસ બાદ પોલીસને મળી સફળતા

  • વાપી રેલવે સ્ટેશન પાસેથી આરોપીની કરાઈ ધરપકડ

  • આરોપી સામે અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયા છે ગુન્હા

  • CCTV ફુટેજના સર્વેલન્સથી પોલીસને મળી સફળતા

Advertisment

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી,આ  કેસમાં 10 દિવસ બાદ નરાધમને પોલીસે ઝડપી લીધો છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતીવિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો.

જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ શંકાસ્પદ ઈસમ પરપ્રાંતિય હોવાની શક્યતાને જોતા પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી.પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો. 

શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી. જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી.આ દરમિયાન રવિવારના મોડી રાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને GRP ટીમે ઝડપી લીધો હતો,અને વલસાડ પોલીસને સોંપ્યો હતો.જ્યાં પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.

આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો. જોકેરવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories