Connect Gujarat
ગુજરાત

વલસાડ : વયનિવૃત્ત થનાર જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલનું ખેડૂત સમાજ દ્વારા સન્‍માન કરાયું

વલસાડ : વયનિવૃત્ત થનાર જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલનું ખેડૂત સમાજ દ્વારા સન્‍માન કરાયું
X

વલસાડ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ માસના અંતે વયનિવૃત્ત થનાર હોવાથી જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે ખેડૂત સમાજ વલસાડના પ્રમુખ ભગુ પટેલ અને મહામંત્રી રૂપેશ પટેલ દ્વારા સાલ ઓઢાડી, પુષ્‍પગુચ્‍છ આપીને તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના વળતર બાબતના પ્રશ્‍નોમાં જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે ગત ઓગસ્‍ટ-૨૦૨૦માં કેન્‍દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે વીડિયો કોન્‍ફરન્‍સથી ખેડૂતોની વાજબી માગણી પ્રત્‍યે હકારાત્‍મક વલણ દાખવતા જિલ્લા કલેક્‍ટરની મધ્‍યસ્‍થીથી જિલ્લાના ખેડૂતોને પોષણક્ષમ વળતર અપાવ્‍યું હતું.

જે બદલ જિલ્લાના ખેડૂત આલમે ખુશી વ્‍યક્‍ત કરી હતી અને જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી ગદગદિત થઇ ગયા હતા. આ અવસરે ખેડૂત આગેવાન શરદ દલાલ, જતિન દેસાઇ, સુનિલ પટેલ અને હર્ષદ પટેલ સહિત ખેડૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story