Connect Gujarat
ગુજરાત

વલસાડ : રૂ. 2.78 કરોડના ખર્ચે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાહનોની 47 ગ્રામ પંચાયતોમાં ફાળવણી કરાશે..

ઈ-વિહીકલ અને છોટા હાથી ટેમ્પો આ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન ગાડીઓ તરીકે કામગીરી કરશે.

વલસાડ : રૂ. 2.78 કરોડના ખર્ચે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાહનોની 47 ગ્રામ પંચાયતોમાં ફાળવણી કરાશે..
X

નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. ૧૫મી જૂનના રોજ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના સ્વામિનારાયણ મંદિર, તિથલના પટાંગણમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મંત્રી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લભાર્થીઓને લાભો એનાયત કરશે. તેમજ રાજ્યમંત્રીના હસ્તે જિલ્લાની ૪૭ ગ્રામ પંચાયતો માટે ૧૫માં નાણાંપંચની જિલ્લા અને તાલુકા કક્ષાની ગ્રાંટમાંથી રૂપિયા ૨.૭૮ કરોડની કિંમતની ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ઈ-વિહીકલ અને છોટા હાથી ટેમ્પો આ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન ગાડીઓ તરીકે કામગીરી કરશે. રાજ્યમંત્રીના હસ્તે જિલ્લાના 3 ગ્રામ સખી સંઘોને કુલ રૂ.૨૧ લાખ અને ૫(પાંચ) સ્વ સહાય જૂથોને રૂ. ૧.૫ લાખના ચેકોનું પણ વિતરણ કરશે.

Next Story