Connect Gujarat
ગુજરાત

વલસાડ : આયુષ્‍માન ભારત અંતર્ગત PMJAY કાર્ડ મહા અભિયાનને સુંદર પ્રતિસાદ સાંપડ્યો...

વલસાડ : આયુષ્‍માન ભારત અંતર્ગત PMJAY કાર્ડ મહા અભિયાનને સુંદર પ્રતિસાદ સાંપડ્યો...
X

વલસાડ જિલ્લામાં આયુષ્‍માન ભારત અંતર્ગત PMJAY કાર્ડ બનાવવાની કામગીરીમાં વધારો થઇ શકે અને વધુમાં વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે એવા શુભ આશયથી તા. ૨૧/૬/૨૦૨૨ના રોજ જિલ્લાના કુલ ૨૨૧ સેન્‍ટરો ઉપર કાર્ડ બનાવી આપવાનું આયોજન હાથ ધરાયું હતું.

આ અભિયાનને સુંદર પ્રતિસાદ મળતાં આજરોજ સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં કુલ ૬૨૦૬ લાભાર્થીઓના કાર્ડ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા હતા. જેમાં વલસાડ તાલુકાના ૨૦૧૩, પારડી તાલુકાના ૬૦૨, વાપી તાલુકાના ૪૩૪, ઉમરગામ તાલુકાના ૯૨૦, ધરમપુરના ૧૫૪૯ અને કપરાડાના ૬૮૮ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જેમને ભવિષ્‍યમાં ગંભીર બીમારી સામે કુટુંબદીઠ વાર્ષિક પાંચ લાખ સુધીનું વિનામૂલ્‍યે સરકાર દ્વારા નક્કી કરાયેલી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય કવચ પૂરું પડાશે. આયુષ્‍માન ભારત પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઇસ્‍યુ કરવા માટેના આ મહા અભિયાનને સફળ બનાવવા આરોગ્‍ય વિભાગ, પંચાયત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓના સંકલન અને અથાગ પ્રયત્‍નો થકી સારી સફળતા મળી છે. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના જણાવ્‍યા અનુસાર PMJAY કાર્ડ વિનામૂલ્‍યે બનાવવાની કામગીરી આગામી સમય દરમિયાન પણ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સીએસસી તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ચાલુ રહેશે. જેનો જિલ્લામાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારના આરોગ્‍ય કવચનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Next Story