વલસાડ : બામટી ખાતે સરકારી કુમાર છાત્રાલય અને કોમ્યુનીટી હોલના કામનું રાજ્યમંત્રીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

New Update

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મંજૂર થયેલા કામો પૈકી રૂા. ૫.૪૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય યુનિટ-ર અને રૂા.૧.૮૭ કરોડના ખર્ચે કલ્ચરલ કમ કોમ્યુનીટી હોલના મકાન બાંધકામની ખાતમુહૂર્તવિધિ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઇ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલના મુખ્ય મહેમાન પદે તેમજ કલ્પસર અને મત્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કા શાહ તેમજ સાંસદ ડો. કે.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું હતું.

૨૧૬ વિધાર્થીઓની કેપેસીટી ધરાવતી હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન રુમ, સ્ટોર, ડાયનીંગ હોલ, કિચન, સર્વન્ટ રુમ, વિજીટર રુમ, વોર્ડન રુમ, કોમન ટોયલેટ, ઇલેકટ્રિક રુમ, તથા ફસ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર પર બોયસ રુમ વિથ બાલ્કની અને ટોયલેટ અને રીડીંગ રૂમનો જ્યારે કોમ્યુનિટી હોલના કામમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડાયનીંગ હોલ, કિચન, સ્ટોર, વોશ એરીયા, જેન્ટસ તથા લેડીસ ટોયલેટ તથા ક્સ્ટ ફ્લોરમા કોન્ફરન્સ હોલ મ મીટીંગ હોલ વિથ સ્ટેજ, ગ્રીન રુમ, ઓફિસ, જેન્ટસ તથા લેડીસ ટોયલેટ નો સમાવેશ કરાયો છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

Latest Stories