Connect Gujarat
ગુજરાત

વલસાડ : કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો...

વલસાડ : કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો...
X

વલસાડ જિલ્લાના કરવડ પ્રા.શાળાનો ગુજરાત એડવાન્‍સ પોલ્‍યુશન કંટ્રોલ વ્‍હીકલ સાયલેન્‍સર પ્રોજેકટ રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડમાં ગુજરાત રાજ્‍યનું પ્રતિનિધિત્‍વ કરવા જઈ રહ્યો છે.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામની ધોડિયાવાડ પ્રાથમિક શાળામાં વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પહેલ સાથે વેલશિક્ષા કાર્યક્રમની સફળતા દર્શાવવામાં આવી હતી, જ્‍યાં ડિજિટલ લર્નિંગના ઉપયોગથી કરવડ ધોડિયાવાડ શાળાને રાજ્‍ય કક્ષાના 'ધ ઇન્‍સ્‍પાયર એવોર્ડ્‍સ – માનક જીતવામાં મદદ કરી હતી. આ સ્‍પર્ધામાં વિદ્યાર્થી યશકુમાર અને માર્ગદર્શક શિક્ષક જીજ્ઞેશકુમાર પટેલના 'ગુજરાત એડવાન્‍સ પોલ્‍યુશન કંટ્રોલ વ્‍હીકલ સાયલેન્‍સર પ્રોજેક્‍ટ એ રાજ્‍ય કક્ષાનું પ્રદર્શન જીત્‍યું હતું. જે હવે નવી દિલ્‍હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડમાં ગુજરાત રાજ્‍યનું પ્રતિનિધિત્‍વ કરશે. આ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના ડિજિટલ લર્નિંગ અનુભવનું પ્રદર્શન કર્યું હતું અને જેમાં માનસિક, શારીરિક, સામાજિક-ભાવનાત્‍મક, જ્ઞાનાત્‍મક, ભાષા અને સર્જનાત્‍મક વિકાસ સામેલ હોય તેવી શીખવાની પ્રવૃત્તિઓ દર્શવામાં આવી હતી. આ કાર્યક્રમમા મુખ્‍ય અતિથિ તરીકે વેલસ્‍પન વાપીના પ્રમુખ સંજય કાનુનગો, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુ બારિયાના પ્રતિનિધિ રીતે અંકુર પટેલ, વાપી બી.આર.સી. અશ્વિન ગુપ્‍તા, શાળા આચાર્ય બાબુ પટેલ અને શાળાના અન્‍ય શિક્ષિકો અને વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

Next Story