ગુજરાત પર મંડરાતા જળ સંકટના વાદળ, ઉત્તર ગુજરાત-કચ્છના 15 ડેમમાં માત્ર 13 ટકા જ પાણીથી લોકોમાં ચિંતા

સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 13 ટકા જ પાણી બચ્યું છે

New Update

સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 13 ટકા જ પાણી બચ્યું છે, જ્યારે કચ્છના 20 ડેમમાં 16.90 ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પોતાનો પ્રકોપ ઓછો કરવાનું નામ નથી લઇ રહી. એવામાં સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે. ભર ઉનાળે સૌરાષ્ટ્રના ડેમો સૂકાભટ થઇ ગયા છે, ત્યારે હવે ઉત્તર ગુજરાત-કચ્છમાં પણ પાણીનો પોકાર ઉઠ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડા ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાના દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે, ત્યારે ગુજરાતમાં સિંચાઇ માટે પાણીની વાત તો દૂર રહી પરંતુ હવે પીવાના પાણીના પણ ફાંફા પડશે તેવું લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાત-કચ્છના ડેમો સુકાવા લાગતા અહીંયા પણ લોકોમાં પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે.

Latest Stories