Connect Gujarat
ગુજરાત

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં, સૌરાષ્ટ્રમાં થશે ફાયદો

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ રાજ્યમાં વિવિધ 6 પ્રોજેક્ટ્સમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન.

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં, સૌરાષ્ટ્રમાં થશે ફાયદો
X

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ રાજ્યમાં વિવિધ 6 પ્રોજેક્ટ્સમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત કરાયા MoU.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ રાજ્યમાં વિવિધ 6 પ્રોજેક્ટ્સમાં રૂ.1 લાખ 66 હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન કર્યા હતા.

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા આ MoU અનુસાર આર્સેલર મિતલ દ્વારા જે 6 સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ થવાનું છે

તેમાં હઝિરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ.4200 કરોડ, હાલના 8.6 MMTPA ના સ્ટીલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ.45 હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે રૂ. 30 હજાર કરોડ તથા કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ.30 હજાર કરોડના રોકાણ નો સમાવેશ થાય છે એટલું જ નહિ, રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 10 ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ.40 હજાર કરોડના રોકાણ સાથે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ દ્વારા ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે 2200 મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ MoU થયા છે

Next Story