Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કેમ કહ્યું મને સલાહ આપવામાં આવે છે કે રસ્તે નિકળવું નહીં, રખડતા શ્વાનનો ત્રાસ છે,વાંચો શું છે મામલો

રાજ્યમાં રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા સમસ્યાના મામલે ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કેમ કહ્યું મને સલાહ આપવામાં આવે છે કે રસ્તે નિકળવું નહીં, રખડતા શ્વાનનો ત્રાસ છે,વાંચો શું છે મામલો
X

રાજ્યમાં રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા સમસ્યાના મામલે ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટે નિરીક્ષણ કરતા કહ્યુ કે, કાયદો બન્યા બાદ અમલીકરણ થતું નથી,સરકારે આ અમલીકરણ પર ધ્યાન આપવાની જરૂર છે. તો રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ આપતા કહ્યું કે, જનતાની સમસ્યા પર ધ્યાન આપીશું,અને જનતાના હિત માટે ટોલ ફ્રી નંબર, ઇ પોર્ટલ પણ બનાવીશું. ટ્રાફિક, રોડ, ઢોર મુદ્દે જનતા ફરિયાદ કરી શકે માટે ટોલ ફ્રી અને પોર્ટલ બનાવીશુ. વધુમાં એમ પણ કહ્યું કે, જનતાની સમસ્યા અમારી સમસ્યા છે અમદાવાદ, રાજકોટ, વડોદરા, જુનાગઢ,જામનગર અને ભાવનગર જેવા શહેરોમાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે બે માસ પહેલા જ નાગરિકોને અડચણ,ટ્રાફિક સમસ્યા અને રઝળતા પશુઓથી થતી હેરાનગતિથી છૂટકારો અપાવવા જાહેર મંચ પરથી અભિપ્રાય આપી, મહાનગરના સતાધીશોને ટકોર કરી હતી. હવે જ્યારે રઝળતા ઢોરનો મુદ્દો મહાનગર પાલિકાની બેઠકમાં ચર્ચાયો છે ત્યારે, સરકારના માર્ગદર્શન બાદ આગળનો નિર્ણય લેવાઈ શકે છે.

Next Story