Connect Gujarat
ગુજરાત

શું ગુજરાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા માંથી મળશે મુકિત? રાજ્ય સરકાર આજે જાહેર કરી શકે છે નવી ગાઈડ લાઇન

રાજ્યમાં ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે.

શું ગુજરાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા માંથી મળશે મુકિત? રાજ્ય સરકાર આજે જાહેર કરી શકે છે નવી ગાઈડ લાઇન
X

રાજ્યમાં ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે.હાલ દૈનિક 2500 જેટલા જ કેસ આવી રહ્યા છે.27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ સહિતનાં નિયંત્રણોની 11મી ફેબ્રુઆરીએ અવધિ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે નવી ગાઇડલાઇન્સ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ગત કેબિનેટ બેઠકમાં નવી SOP બાબતે ચર્ચા થઈ હતી. જેમાં રાત્રી રાત્રી કર્ફ્યુના સમયગાળામાં ફેરફાર કરવા વિચારણા કરાઈ હતી.

હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે. આ સિવાય 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં નાઈટ કર્ફ્યૂના નિયમમાંથી કાઢી નાખવામા આવશે તેવી સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી. 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ રાત્રે 10 થી સવારે 6 સુધી કરફયુનો અમલ છે.

ગત સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.આ નિર્ણયો આ તા.4થી ફેબ્રુઆરી 2022થી અમલમાં આવ્યાં છે અને તા.11 મી ફેબ્રુઆરી 2022 ના સવારે 6:00 વાગ્યા સુધી અમલમાં રહેવાના છે. ત્યારે આજે મળનારી કોર કમિટીની બેઠકમાં કોરોના ગાઈડલાઇન અંગે લેવાશે નિર્ણય.

Next Story