અમદાવાદમાં ૧૮મા ભારત રંગ મહોત્સવનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ

New Update
અમદાવાદમાં ૧૮મા ભારત રંગ મહોત્સવનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ દ્વારા તા. પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે અમદાવાદમાં ૧૮મા ભારત રંગ મહોત્સવનો પ્રારંભ કરાયો. આ રંગ મહોત્સવ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્રના ઉપક્રમે એચ. કે. આર્ટ્સ કોલેજના હોલમાં ૬ દિવસ માટે યોજાઈ રહ્યો છે. આ ભારત રંગ મહોત્સવ અંતર્ગત ૩ રાષ્ટ્રીય અને ૩ આંતરરાષ્ટ્રીય નાટ્યકૃતિઓનું મંચન થવાનું છે. આજ રોજ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી સમક્ષ ઓસ્ટ્રેલિયન નાટક સ્ટોરીઝ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઈન પર્સનની પ્રસ્તુતિ થવાની છે.