ભરૂચ નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓને બોનસ ચૂકવાતા હાશકારો.

New Update
ભરૂચ નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓને બોનસ ચૂકવાતા હાશકારો.

ભરૂચ નગરપાલિકાનાં સફાઈ કામદારોનાં વર્ષ- ૨૦૧૨-૧૩ અને વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાનનું બોનસ ચૂકવવાનું બાકી હતું જે અંગે સફાઈ કામદાર સેલ બીજેપી દ્વારા રજુઆતો કરવામાં આવી હતી અને આ માંગણીનો તારીખ ૧૮મી માર્ચ ૨૦૧૬નાં રોજ સુખદ અંત આવ્યો હતો.

Advertisment

ભરૂચ નગરપાલિકાનાં સત્તાધીશોએ પોતાનાં સ્વભંડોળમાંથી બે વર્ષનાં સફાઈ કામદારોને બાકી બોનસનાં નાણાં ચુકવવાનો નિર્ણય લીધો હતો,નગરપાલિકાનાં ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ આર.વી.પટેલ તેમજ સફાઈ કામદાર સેલનાં કિરણ સોલંકી, સેનેટરી ચેરમેન રાજેશ ચૌહાણ, સંજય મહીડા, સુનિલ સોલંકી, ધર્મેશ ચૌહાણનાઓની ઉપસ્થિતીમાં રોજમદાર અને કાયમી સફાઈ કામદારો મળીને અંદાજીત ૩૬૫ જેટલા કામદારોનાં બોનસ પેટે રૂ. ૭ લાખનો ચેક અર્પણ કર્યો હતો અને સફાઈ કામદારોની માંગણી સંતોષાતા તમામે નગરપાલિકાનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisment