મગફળી ખાસ કરીને કી ફરાળ કે સ્વાદિષ્ટ ભોજન માટે શિંગદાણાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સ્વાસ્થ્યની સાથે સાથે મગફળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર છે, જે ત્વચાની સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે.તો ચાલો જાણીએ, મગફળી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે.
1. ખીલને દૂર કરવા માટે :-
મગફળીમાં વિટામિન-ઇ, ઝિંક અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે. જે ત્વચાની બળતરા અને લાલાશને દૂર કરવામાં મદદ કરે છે.
2. ચમકતી ત્વચા માટે :-
મગફળીમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
3. ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદરૂપ :-
મગફળીમાં વિટામિન K અને ફેટી એસિડ મળી આવે છે. જેના કારણે તમે ડાર્ક સર્કલથી રાહત મેળવી શકો છો.
4. નરમ ત્વચા માટે :-
મગફળીમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે. તેનું તેલ એક ઉત્તમ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. મગફળીના તેલનો ઉપયોગ કોમળ ત્વચા માટે કરી શકાય છે.
5. કરચલીઓ દૂર કરે છે :-
મગફળીમાં ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કરચલીઓ અટકાવે છે અને ત્વચાને કડક બનાવે છે.
સ્વાસ્થયની સાથે સાથે ત્વચા માટે પણ છે ફાયદા કારક મગફળી , જાણો તેના 6 ફાયદા
મગફળીમાં હાજર વિટામીન-ઇ ત્વચાને યુવી કિરણોની હાનિકારક અસરોથી બચાવવામાં મદદ કરે છે. મગફળીને આ રીતે ચહેરા પર લગાવો, તો જાણો મગફળીથી ફેસ પેક કેવી રીતે બનાવશો
સામગ્રી
2 પાકેલા કેળા, 1 ચમચી મગફળીના દાણા
ફેસ પેક બનાવવા માટેની રીત :-
આ ફેસ પેક બનાવવા માટે, એક બાઉલમાં કેળાને મેશ કરો, તેમાં મગફળીના દાણા ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો. પછી ચહેરા પર લગાવો, લગભગ 15 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.