આ ફળની સાથે તેના બીજ પણ ખૂબ જ ફાયદાકારક, હૃદય-આંખ અને વજન માટે ગુણકારી...!
શક્કરટેટી વિટામિન Aથી ભરપૂર હોય છે, તેથી તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

મોસમી ફળોનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળી શકે છે, સારા સ્વાસ્થ્ય માટે તમામ લોકોએ તેને આહારમાં સામેલ કરવું જ જોઈએ. ફળો માત્ર તમારી પોષણની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ નથી, પરંતુ તે ઘણા રોગોના જોખમને પણ ઘટાડી શકે છે. કેટલાક ફળોની સાથે તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે, તરબૂચ એક એવું જ પ્રિય અને આરોગ્યપ્રદ ફળ છે.
શક્કરટેટી મુખ્યત્વે ઉનાળાનું ફળ છે. તે હળવો મીઠો અને પાણીયુક્ત સ્વાદ ધરાવે છે, તે હાઇડ્રેશન માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. શક્કરટેટી અથવા મસ્કમેલનના ફળની સાથે તેના બીજ પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટરી ફાઈબર, વિટામીન A, C, B અને મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે શરીરને ઘણા ફાયદાઓ આપી શકે છે.
ચાલો જાણીએ શક્કરટેટી ખાવાના ફાયદા અને આડઅસર વિશે.
હાઇડ્રેશન અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક શક્કરટેટી માં પાણીની માત્રા વધુ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. તે શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી પણ બચાવે છે. આ સિવાય શક્કરટેટી રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં પણ મદદ કરે છે, જે શરીરને રોગો સામે લડવામાં સરળ બનાવે છે. તે વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર છે જે શરીરમાં શ્વેત રક્તકણોને ઉત્તેજિત કરીને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
આંખ અને હૃદયના સ્વાસ્થ્ય માટે વધુ સારું :
શક્કરટેટી વિટામિન Aથી ભરપૂર હોય છે, તેથી તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારી દ્રષ્ટિ સુધારવામાં અને મોતિયાને રોકવામાં મદદ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે વિટામિન A વાળા ખોરાકના નિયમિત સેવનથી મોતિયાનું જોખમ 40% સુધી ઘટાડી શકાય છે. આ સિવાય તેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
શક્કરટેટીના બીજના ફાયદા :
શક્કરટેટી ના ફળની સાથે તેના બીજના પણ ફાયદા છે. શક્કરટેટીના બીજમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ સિવાય આ બીજમાં સારી માત્રામાં ફોલેટ જોવા મળે છે જે ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી છે. શક્કરટેટી ના બીજ એવા લોકો માટે વરદાન છે જેઓ ઘણીવાર એસિડ રિફ્લક્સ અથવા પેટની અન્ય સમસ્યાઓથી પીડાય છે.
શક્કરટેટી ની સંભવિત આડઅસરો :
જો કે શક્કરટેટી ને કોઈ નુકસાન નથી, તેમ છતાં કેટલીક પરિસ્થિતિઓમાં તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. શક્કરટેટીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ 72 છે, જે ખૂબ વધારે છે, તેથી તે રક્ત ખાંડને ઝડપથી વધારી શકે છે. આ સિવાય કેટલીક વસ્તુઓ સાથે શક્કરટેટી નું સેવન કરવાથી કબજિયાત કે અપચો જેવી ગેસ્ટ્રોની સમસ્યાનો ખતરો રહે છે, તેનાથી બચવું જોઈએ.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT