અમુક સમયે શ્વાસની દુર્ગંધ સામાન્ય રીતે દાંતમાં અટવાઈ જવાથી, મોંની બરાબર સફાઈ ન થવાથી, દાંતની કોઈ બીમારી, દારૂ-તમાકુનું સેવન, પેટ સાફ ન થવાથી વગેરેને કારણે થાય છે. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે અહીં આપેલા ઉપાયો અજમાવી શકો છો, આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે.
1. દિવસમાં એક કે બે વાર ગ્રીન ટી પીવો. તેમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વો હોય છે, જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. સૂકી કોથમીર માઉથ ફ્રેશનરનું કામ કરે છે. તેને ચાવવાથી ફાયદો થાય છે.
2. દરરોજ ચારથી પાંચ તુલસીના પાન ચાવીને ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. મોઢામાં કોઈ ઘા હોય તો પણ આ સારવાર અજમાવી શકાય છે.
3. દાડમની છાલને થોડા પાણીમાં ઉકાળીને દરરોજ કોગળા કરો, ધીમે-ધીમે શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે.
4. લવિંગને આછું શેકીને ચૂસવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. આનાથી પેઢા પણ સ્વસ્થ રહે છે.
5. એક ગ્લાસ પાણીમાં ફુદીનાના પાનની પેસ્ટ ઓગાળીને દિવસમાં ત્રણથી ચાર વાળ કોગળા કરવાથી આરામ મળે છે.
6. સરસવના તેલમાં ચપટી મીઠું ભેળવી માલિશ કરવાથી પેઢા સ્વસ્થ રહે છે અને શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે. પીપરમિન્ટ, લીલી ઈલાયચી ચાવવાથી મોંમાં સુગંધ જળવાઈ રહે છે.
7. બ્રશ કર્યા પછી રોજ ફટકડીના પાણીથી કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.
8. જામફળના પાન ચાવવાથી પણ ફાયદો થાય છે.
9. એક ગ્લાસ પાણીમાં એક ચમચી આદુનો રસ ભેળવીને દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરવાથી પણ સમસ્યા દૂર થાય છે.
10. ભોજન કર્યા પછી બંને વખત વરિયાળી ખાવાથી મોંમાં તીવ્ર સુગંધ રહે છે.
11. તાજી ગુલાબની પાંખડીઓ ચાવવાથી પણ ફાયદો થાય છે.
12. સવારે એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવી લેવાથી આરામ મળે છે. મીઠાના પાણીથી કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.
13. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખીને કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે.