એક તરફ દુનિયાભરમાં લોકોને લાગે છે કે કોરોના જતો રહ્યો છે, તો બીજી તરફ કેટલાંક રિપોર્ટસ ફરી કોરોનાથી ચેતતા રહેવાની સલાહ આપે છે. આ સ્થિતિની વચ્ચે લોકોની હાલત ખરાબ થઈ રહી છે. ભારતની વાત કરીએ તો હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને કારણે દરરોજ અંદાજે 10 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. સંક્રમિત લોકોનો આંક વધે નહીં એ બાબતે તંત્ર પણ કામે લાગ્યું છે.
રાહતની વાત એ છે કે કોરોના હવે વર્ષ 2021 જેટલો ખતરનાક નથી રહ્યો. પરંતુ ચિંતાજનક વાત એ છે કે તેનો ચેપી દર ઘણો ઊંચો થઈ ગયો છે. જે લોકોને રસી મળી છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. કોરોના પણ તેમનો સાથ છોડી રહ્યો નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે કોવિડ થયા પછી જે લક્ષણો જોવા મળી રહ્યા છે તેના કારણે લોકો ગભરાઈ રહ્યાં છે.કોવિડ થયા પછી ગંભીર પરિણામોનો સામનો કરવો પડ્યો છે. કોવિડના ચેપ પછી જે બહેરાશ આવે છે તેના પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોવિડને કારણે અચાનક બહેરાશ અથવા સાંભળવાની ખોટનું જોખમ ઘણું વધારે છે. સામાન્ય રીતે હળવા લક્ષણો જોવા મળે છે. સંશોધકો કહે છે કે અચાનક સંવેદનાત્મક શ્રવણશક્તિ ગુમાવવી એ અચાનક બહેરાશ ગણાય છે. આ કોવિડની આડ અસર હોઈ શકે છે. જો કે, આવી સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી ન હતી. ફેફસાં, હૃદય, મગજ, કિડની પર પણ કેટલાક લોકોમાં કોરોનાની નકારાત્મક અસર જોવા મળી છે.