Connect Gujarat
આરોગ્ય 

શું બીટ કેન્સર સામે લડવામાં મદદરૂપ છે? વાંચો વધુ માહિતી

ઋતુની સાથે આવતા શાકભાજી અને ફળોની વાત જ કંઈક અનેરી છે. જ્યારે શિયાળાના ખોરાકની વાત આવે છે

શું બીટ કેન્સર સામે લડવામાં મદદરૂપ છે? વાંચો વધુ માહિતી
X

ઋતુની સાથે આવતા શાકભાજી અને ફળોની વાત જ કંઈક અનેરી છે. જ્યારે શિયાળાના ખોરાકની વાત આવે છે, ત્યારે આપણી પાસે ઘણી વસ્તુઓનો વિકલ્પ હોય છે, જેમાંથી આપણા શરીરને પોષણ મળે છે. આવી જ એક શાકભાજી છે બીટ, જે અનેક ફાયદાઓથી ભરપૂર છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તેમણે બીટ ખાવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં લોહીનું સ્તર વધારવાની સાથે સ્વાદિષ્ટ બીટ કેન્સર સામે લડવામાં પણ સક્ષમ છે. જાણો તેના અનેક ફાયદા

  • બીટના ફાયદા

બીટર સ્વાદમાં મીઠુ હોય છે, પરંતુ તેમાં કેલરી ઓછી હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે ફોલેટનો ઉત્તમ સ્ત્રોત છે, એક પ્રકારનું બી વિટામિન જે હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને ડીએનએના ઉત્પાદન અને સમારકામમાં તેની ભૂમિકાને કારણે તે કેન્સર વિરોધી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

  • બીટ કેવી રીતે ખાવું જોઈએ?

તેને કાચું ખાવું સૌથી વધુ ફાયદાકારક છે, પરંતુ તમે તેનો રસ કાઢીને પણ પી શકો છો. ઉપરાંત, બીટને વધુ બાફવાને બદલે માત્ર 15 મિનિટ માટે ઉકાળો તે વધુ સારું છે. સ્વાસ્થ્ય માટે સારું છે માટે દરેક વ્યક્તિએ દરરોજ બીટનો રસ પીવો જોઈએ. તેમાં નાઈટ્રેટ્સ હોય છે, જે લોહી સાથે મળીને નાઈટ્રિક ઓક્સાઈડ બનાવે છે. નાઈટ્રિક ઑકસાઈડ રક્ત વાહિનીઓને વિસ્તરણ અને આરામ કરવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશર ઘટાડે છે. અન્ય સંશોધન મુજબ, જે લોકો દરરોજ 250 મિલી બીટનો રસ પીવે છે તેઓનું સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું હોય છે.

Next Story