Connect Gujarat
આરોગ્ય 

ચોમાસામાં દવા કરતાં વધુ અસરકારક છે આ જડીબુટ્ટી, બીમારીને નજીક પણ નહીં આવવા દે....

ચોમાસામાં દવા કરતાં વધુ અસરકારક છે આ જડીબુટ્ટી, બીમારીને નજીક પણ નહીં આવવા દે....
X

ચોમાસુ આવ્યું નથી કે રોગચાળો ફેલાયો નથી, ચોમાસામાં અનેક પ્રકારના રોગો આપણાં શરીરમાં પ્રવેશે છે તેનું મુખ્યકારણ છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમનું લો થઈ જવું. જો તમે ચોમાસામાં થતી બીમારીથી બચવા માંગતા હોય તો ઔષધોને તમારા ડાયટમાં સામેલ કરો. ચોમાસામાં મચ્છરજન્ય રોગો, મોસમી રોગો અને તાવનું પ્રમાણ વધે છે. આ રોગો શરીર ને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આયુર્વેદ મુજબ અમુક જડીબુટ્ટી અને મસાલા છે જે ચોમાસા દરમિયાન અસંતુલિત દોષોને સુધારીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

· અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ ધરાવે છે. ટે ઊબકા દૂર કરવામાં, સોજો ઉતારવામાં અને બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

· લીમડામાં એંટીબેક્ટેરિયલ અને એંટીફંગલ ગુણ આવેલા હોય છે. જે તમારા શરીરમાં પ્રવેશેલા બેક્ટેરિયાને મારી નાખશે અને કોઈ પણ રોગ હાવી નથી થવા દે. લીમડાની ચા પીવાથી અથવા તેના પણ ચાવવાથી ફાયદો થાય છે.

· લેમનગ્રાસમાં એંટીમાઈક્રોબિયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ આવેલા હોય છે. લેમનગ્રાસ ચા અથવા પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

· ગિલોયમાં બળતરા વિરોધી ગુણ હોય છે અને તે તાવ અને ફ્લૂના લક્ષણોની સારવારમાં મદદ કરે છે. તમે ચોમાસામાં ગિલોઈનો ઉકાળો પી શકો છો.

· આદુમાં હજાર ઝીંઝરોલ બળતરા વિરોધી, એંટીવાયરલ, એંટીટયૂમર અને એંટી બેક્ટેરિયલ કર્યો ધરાવે છે. તમે આદુની ચા પણ પી શકો છો. જેથી તમારા શરીરને ફાયદો થાય છે અને આદું રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Next Story