Connect Gujarat
આરોગ્ય 

જાયફળના આ 7 ફાયદા અને ઉપયોગ નહીં જાણતા હોવ તમે, તમારી 7 તકલીફોને કરી દેશે દૂર

જાયફળના આ 7 ફાયદા અને ઉપયોગ નહીં જાણતા હોવ તમે, તમારી 7 તકલીફોને કરી દેશે દૂર
X

આપણાં આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓના ફાયદા જણાવ્યા છે જે અનેક સમસ્યાઓને ઠીક કરવામાં કારગર છે. એવી જ એક જોરદાર ઔષધી છે જાયફળ. જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. સાથે જ જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ દવા તરીકે કામ કરે છે. ચાલો જાણીએ. વધતી ઉંમર સાથે સંધિવા અને સાંધાઓમાં દુખાવાની સમસ્યા થાય તો સપ્તાહમાં ત્રણવાર જાયફળના તેલથી સાંધાઓ પર મસાજ કરો.

જાયફળમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી તેનું તેલ દુખાવાની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે. દાંતને લગતા રોગો હોય, દાંતનો દુખાવો કે સડો થાય તો બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટ પર ચપટી જાયફળ પાઉડર નાખીને બ્રશ કરો. આનાથી ફાયદો થશે અને દાંત સ્વસ્થ રહેશે. ભૂખ ન લાગતી હોય તો થોડું જાયફળ લઈને ચૂસો. તેનાથી પાચક રસોમાં વધારો થશે અને પાચન સંબંધી રોગોમાં પણ આરામ મળે છે. ભૂખ વધશે અને ભોજન સારી રીતે પચી જશે.આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળ ઘસીને તે ભાગે લગાવવાથી અથવા ડેઈલી ડાયટમાં તેનું સેવન કરો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.

જાયફળને સહેજ ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થઈ શકે છે. યૌનશક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ચપટી તજ પાઉડર મિક્સ કરીને પણ દૂધમાં નાખીને પી શકો છો. આંખ નીચે કાળા કુંડાળા, સ્કિન સમસ્યા, પેટની સમસ્યા, અનિદ્રા, ખાંસી, શ્વાસ અને નપુંસકતા વગેરે સમસ્યાઓને દૂર કરવામાં તે ખૂબ જ ઉપયોગી છે. તેના ચૂર્ણ અને તેલને પણ અનેક બીમારીઓમાં ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જાયફળ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે.

Next Story