Connect Gujarat
આરોગ્ય 

ખેડા : કપડવંજમાં તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો, નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ખેડા : કપડવંજમાં તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો, નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો
X

ખેડા જિલ્લાના કપડવંજ ખાતે તાલુકા આરોગ્ય મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં નગરપાલિકા પ્રમુખ મોનિકાપટેલ, જિલ્લા અગ્રણી ગોપાલ શાહ, તાલુકા અગ્રણી ધૂળસિંહ સોલંકી, એપીએમસી ચેરમેન, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા નગરપાલિકા સદસ્ય તથા જિલ્લા એપેડેમિક અધિકારી ડો. અજીત ઠાકર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મેળા દરમિયાન વિવિધ સારવારોનો લાભ, જાણકારી અને આરોગ્યને લગતા પ્રશ્નોની સલાહ આરોગ્ય સંભાળ સેવાઓ વિનામૂલ્યે તપાસ, વિના મૂલ્યે દવાઓ, હેલ્થ આઇડી, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી- કન્સલટેશન, કેન્સર, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, મોઢાનું કેન્સર, મોતિયાબિંદ તપાસ, યોગ અને ધ્યાન, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી હતી.

જેનો મોટી સંખ્યામાં કપડવંજ તાલુકાના નાગરિકોએ લાભ લીધો હતો. આ હેલ્થ મેળામાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંકુર પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર રમેશ પટેલ તેમજ તાલુકા હેલ્થ વિઝીટર મહેરુનીસા સિંધી તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓ, સીએચસઓ, આરબીએસકે સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આશા બહેનો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામ વિભાગમાં 1700થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર મેળાનું આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર રમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story