Connect Gujarat
આરોગ્ય 

વડોદરા : કરજણમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું, નગરજનોએ સારવારનો લાભ લીધો

મેળામાં અંદાજિત 1200 જેવા લાભાર્થીઓએ જુદા જુદા રોગોને લગતી તપાસ, યોજનાઓની માહિતી સહિતનો લાભ લીધો હતો.

વડોદરા : કરજણમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું, નગરજનોએ સારવારનો લાભ લીધો
X

વડોદરા જિલ્લાના કરજણ ખાતે યોજવામાં આવશે આરોગ્ય મેળામાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા વિવિધ રોગ નિદાનના અલગ અલગ સ્ટોલ બનાવી આયુષ્માન નિરામય ભારત અંતર્ગત બિનચેપી રોગો જેવા કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ટીબી, લેપ્રસી વગેરેની સારવાર, આયુષ્માન કાર્ડ, ડિજિટલ હેલ્થ કાર્ડ, લોહી-પેશાબમાં રિપોર્ટ, એકસ-રે, હોમીયોપેથી દવાઓ, બાળકોની તપાસ, કિશોરીઓના લોહીની તપાસ, આઇસિડીએસ દ્વારા નિદર્શન, કોવિડ રસીકરણ, આરોગ્ય જાગૃતિ, આરોગ્ય શિક્ષણ વગેરે સેવાઓ આપવામાં આવી હતી..

આ મેળામાં અંદાજિત 1200 જેવા લાભાર્થીઓએ જુદા જુદા રોગોને લગતી તપાસ, યોજનાઓની માહિતી સહિતનો લાભ લીધો હતો. આ સાથે એસ.એસ.જી. હોસ્પિટલ-વડોદરાના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કર્મચારીઓ અને નગરજનોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્રમમાં કરજણ-શિનોર ધારાસભ્ય અક્ષય પટેલ, નગરપાલિકા ઉપ પ્રમુખ જયેશ પટેલ, પ્રાંત અધિકારી આશિષ મિયત્રા, જિલ્લા રક્તપિત અધિકારી ડો. શૈલેષ સુતરીયા, સી.એચ.સી. ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ રોહિત સહિત તાલુકા અને નગરના પદાધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આરોગ્ય મેળાને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રશાંતસિંહ, અર્બન હેલ્થ ઓફિસર ડો. બિપીન ભલું, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. ધારા પાટડિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસ કરજણની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, જ્યારે નગર અને તાલુકાની જાહેર જનતાએ વિવિધ યોજનાઓની માહિતી મેળવી વિવિધ લાભો મેળવ્યા હતા.

Next Story