Connect Gujarat
દેશ

રાજ્યના નવ નિયુક્ત સીએમ કરશે પીએમ સાથે પ્રથમ મુલાકાત; ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી

રાજ્યના નવ નિયુક્ત સીએમ કરશે પીએમ સાથે પ્રથમ મુલાકાત; ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી
X

રાજ્યની રાજનીતિમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે, જ્યાં તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ કરવાના છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવા જવાના છે. આમ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પહેલી દિલ્હી મુલાકાત હશે.

આવતીકાલે દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં આગામી સમયમાં કયા કામો કરવામાં આવે અને ચૂંટણીને લઈને પણ તેઓ કોઈ ચર્ચા કરી શકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, કોઇ પણ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની વરણી બાદ દેશના વડાપ્રધાન સાથે બેઠક કરવાની પરંપરા રહી છે જે હેઠળ તેઓ શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી જઈ રહ્યા છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સવારે ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનની ખૂબ જ નજીકનાં નેતા ગણવામાં આવે છે.

Next Story