Connect Gujarat
દેશ

દેશમાં 5 દિવસમાં કોરોનાના કેસમાં 10 ગણો વધારો,ઓમિક્રોન વેરીયન્ટે વધારી ચિંતા

હવે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ ડરાવી રહ્યો છે. દેશમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો અને હવે તે 23 કેસ થઈ ગયા છે.

દેશમાં 5 દિવસમાં કોરોનાના કેસમાં 10 ગણો વધારો,ઓમિક્રોન વેરીયન્ટે વધારી ચિંતા
X

હવે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ ડરાવી રહ્યો છે. દેશમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો અને હવે તે 23 કેસ થઈ ગયા છે. એટલે કે 5 દિવસમાં 10 ગણો વધારો થયો છે. ફક્ત 5 દિવસમાં આવેલ આ વેરિએન્ટ 5 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં 10, રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં 2, દિલ્હી અને ગુજરાતમાં 1-1 દર્દી મળ્યા છે.ઓમિક્રોને ભારતમાં ત્રીજી લહેરની ચિંતા વધારી દીધી છે. આઈઆઈટીના સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલના અનુમાન લગાવયું છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી લહેર આવી શકે છે. ફેબ્રુઆરીમાં આ પીક પર હોઈ શકે છે અને તે સમયે દર રોજ 1થી 1.5 લાખે કેસ આવી શકે છે. જો કે તેમને એમ પણ કહ્યું કે બીજી લહેરની સરખામણીએ આ ઓછો ખતરનાક હશે. ત્રીજી લહેરનો ખતરો એટલા માટે વધી જાય છે કેમ કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રીકામાં કોરોનાના કેસ 408 ટકાના દરથી વધ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના મામલામાં એક દિવસમાં 53 ટકા સુધી વધી ગયા છે. અત્યાર સુધીમાં બ્રિટનમાં 246 મામલા કોરોનાના ઓમિક્રોનના આવી ચૂક્યા છે. રસીના બે ડોઝ લેવા છતાં પણ લોકો સંક્રમિત થયા છે.

Next Story