Connect Gujarat
દેશ

શિયાળુ સત્રના પ્રારંભે રાજ્યસભાના 12 સાંસદો બરખાસ્ત

રાજ્યસભા દ્વારા જારી બરખાસ્ત નોટીસમાં કહેવાયું કે આ તમામ સાંસદોએ ગૃહની ગરીમાનો ભંગ કર્યો હતો

શિયાળુ સત્રના પ્રારંભે રાજ્યસભાના 12 સાંસદો બરખાસ્ત
X

રાજ્યસભામાંથી બરખાસ્ત સાંસદોમાં શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી, ટીએમીસીના ડોલા સેન સહિત કોંગ્રેસના સાંસદો સામેલ છે. આ તમામ સાંસદોની સામે ચોમાસુ સત્રમાં હોબાળો કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભા દ્વારા જારી બરખાસ્ત નોટીસમાં કહેવાયું કે આ તમામ સાંસદોએ ગૃહની ગરીમાનો ભંગ કર્યો હતોતથા સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે એટલે કે 11 ઓગસ્ટે સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. ચોમાસુ સત્રમાં 12 સાંસદોના આ અણછાજતા કામ માટે તેમને સત્રની સમાપ્તિ સુધી બરખાસ્ત કરી દેવાયા છે.

આ 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

‎1. એલારામ કરીમ (સીપીએમ)‎

‎2. ફૂલોદેવી નેતામ (કોંગ્રેસ)‎

‎3. છાયા વર્મા (કોંગ્રેસ)‎

‎4. રિપન બોરા (કોંગ્રેસ)‎

‎5. બીનાય વિશ્વમ (સીપીઆઈ)‎

‎6. રાજમણિ પટેલ (કોંગ્રેસ)‎

‎7. ડોલા સેન (ટીએમસી)‎

‎8. શાંતા છેત્રી (ટીએમસી)‎

‎૯.સીદ નાસિર હુસૈન (કોંગ્રેસ)‎

‎10. પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના)‎

‎૧૧. અનિલ દેસાઈ (શિવસેના)‎

‎12. અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ)

Next Story
Share it