Connect Gujarat
દેશ

હિમાચલ ટ્રેકિંગમાં 16 ટ્રેકર્સ ફસાયા-2ના મોત,રેસ્ક્યુ ઓપરેશન શરૂ

હિમાચલ ટ્રેકિંગમાં 16 ટ્રેકર્સ ફસાયા-2ના મોત,રેસ્ક્યુ ઓપરેશન  શરૂ
X

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ માં ટ્રેકિંગ માટે ખમીંગર ગ્લેશિયર ગયેલા 16 ટ્રેકર્સ બરફ વર્ષામાં ફસાયા છે . બરફ વર્ષા અને ભારે ઠંડીના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ફસાયેલા છે.સમાચાર મળ્યા બાદ હવે જિલ્લા પ્રશાસન બચાવ માટે અભિયાન શરુ કરી દીધુ હતુ. આ ઉપરાંત હવે એક 32 સભ્યોના રેસ્ક્યૂ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે.

લાહૌલ સ્પીતિ પોલીસના કહેવા મુજબ ખમીંગર ગ્લેશિયરમાં ફસાયેલા 16 ટ્રેકર્સ રેસ્ક્યૂ કરવાના કાર્ય પ્રશાસને શરૂ કરી દીધી છે. સ્પીતિ પ્રશાસને સોમવારે સવારે 16 સભ્યોના દળના 2 સભ્યોને કાઝામાં આવીને માહિતી આપી કે તેમના અન્ય સાથી ખમીંગર ગ્લેશિયરમાં ફસાયેલા છે. જેમાંથી 2 ટ્રેકરના મોત થયા છે. જ્યારે અન્ય સાથી હજું પણ ત્યાં ફસાયેલા છે. હજું 14 સભ્ય ફસાયેલા છે. પ્રશાસને 32 સભ્યોના રેસ્ક્યૂ ટીમ નું ગઠન કર્યું છે. આ ટીમમાં 16 આઈટીબીપીના જવાન, 6 ડોગરા સ્કાઉટ જવાન , એક ચિકિત્સક પણ છે. આ સાથે જ 10 પોટર ભાર ઉઠાવવાનું કામ કરશે 15 સપ્ટેમ્બરે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળના 6 સભ્યોની ટીમ બાતલથી કાઝા વાયા ખમીંગર ગ્લેશિયર ટ્રેકને પાર કરવા રવાના થઈ હતી. આ સાથે 10 પોટર પણ સામેલ છે. પ્રશાસનને મળતી માહિતી મુજબ 3 ટ્રેકર, એક શેરપા એટલે કે લોકલ ગાઈડ અને 10 પોટર પણ ખમીંગર ગ્લેશિયર ગયા છે. ગ્લેશિયરની ઊંચાઈ લગભગ 5034 મીટર છે. ટ્રેકર્સ આમાં ફસાયેલા છે. બચાવ દળને ખમીંગર પહોંચવામાં 3 દિવસ લાગશે પ્રશાસન હેલીકૉપટર થી પણ બચાવ માટે કોશિશ કરી રહ્યું છે

Next Story