Connect Gujarat
દેશ

હરિદ્ધારમાં મોટી દુર્ઘટના ટળી, ગંગા નદીમાં તણાઇ રહેલા 18 કાવડિયાઓને બચાવાયા,જાણો કઈ રીતે બની ઘટના...!

હરિદ્વારમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં સાત કાવડિયાઓ ધોવાઈ ગયા

હરિદ્ધારમાં મોટી દુર્ઘટના ટળી, ગંગા નદીમાં તણાઇ રહેલા 18 કાવડિયાઓને બચાવાયા,જાણો કઈ રીતે બની ઘટના...!
X

શ્રાવણ મહિના દરમિયાન કાવડયાત્રા માટે ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોની ભારે ભીડ આવી રહી છે. હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોનો ધસારો રહે છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ગંગા નદીના જળ સ્તરમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે નદીમાં જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. શુક્રવારે સવારે હરિદ્વારમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં સાત કાવડિયાઓ ધોવાઈ ગયા હતા.

ઉત્તરાખંડના હરિદ્વારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદીમાં ભારે પ્રવાહ છે. જેના કારણે શુક્રવારે સવારે સાત કાવડિયા તણાઇ ગયા હતા. જેઓને સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બચાવી લેવાયા હતા. ઝોનલ મેજિસ્ટ્રેટ નરેશ ચૌધરીએ આ માહિતી આપી હતી. સેનાની ટીમે અત્યાર સુધીમાં 18 કાવડિયાઓને બચાવી લીધા છે. અમે ઘાટ પરના લોકોને તેજ પ્રવાહમાં ન જવાની અપીલ પણ કરીએ છીએ. ગઈકાલે પણ એક મહિલા તણાઈ ગઈ હતી જેને બચાવી લેવામાં આવી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગંગામાં પાણીના જોરદાર પ્રવાહના કારણે કાવડિયાઓ તણાઇ ગયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે. નદીના પ્રવાહમાં કાવડિયાઓ તણાઇ રહ્યા છે. બાદમાં સેના અને SDRF ટીમના કેટલાક સભ્યો તેમને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. જે બાદ વહેતા યુવકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હરિદ્વારના આ ગંગા ઘાટ પર ભક્તોની ભારે ભીડ પણ જોઈ શકાય છે. જો કે, સ્થાનિક વહીવટીતંત્ર સતત શ્રદ્ધાળુઓને નદીના પ્રવાહમાં ન જવા અને કિનારે બનેલા ઘાટ પર જ સ્નાન કરવાની અપીલ કરી રહ્યું છે.

Next Story